અબ્બાસભાઇ કાબુલીવાલા

બી.કોમ. મુમિનભાઇ આઇ.ટી. કેરીયરના ઉજાલા રોશન મુસ્તકબિલના 6 વરસ બાદ કુવૈતમા ઇન્ટીરીયર ડીઝાઇનીંગનો વેપાર શુરૂ કરે છે. અબ્બાસ કાબુલીવાલા એન્વોય ઇન્ટીરીયર્સના જનરલ મેનેજરની વેપારની સફર ઘનીજ ઉત્સાહવાલી અને સબક આમેઝ મોટીવેટીંગ અને ઇન્સપાઇરીંગ છે.

          એહના વેપારની તબદીલીસી ઝાહિર થાય છે કે એક આઇ.ટી. પ્રોફેશનલ કઇ તરહ એકદમ એકજ મૈદાનમા ઇન્ટીરીયર ડીઝાઇનીંગમા પોંહચી જાય છે અને તરક્કીના મદારિજ ચઢતો જાય છે.

          પરતાપુરના અબ્બાસભાઇયે સ્કુલની તાઅલીમ બાંસવાડામા સેન્ટ પોલસી લીધી. પૂના યુનીવર્સીટીસી 2003મા બી.કોમ. કીધુ. 2012મા એલીમ યુનીવર્સીટી સિક્કીમસી બી.એસ.સી. કીધુ અને આઇ.ટી. ફીલ્ડમા ઘના સર્ટીફીકેટસ હાસિલ કીધા. જેમકે MCP, MCSE, CCNA, DCAP અને MCSA. તજુર્બો હાસિલ કરવાને પોતે કોલેજના દિનોમા કામભી કીધુ.

          હવે જયારે અબ્બાસભાઇ કુવૈત આવે છે. તો 2004ની સાલમા સ્કુલ ઓફ કુવૈત જોઇન્ટ કરીને સીસ્ટમ એડમિનિસ્ટ્રેટર તરીકે 2 વરસ યહા કામ કરે છે.

          જુન 2006મા સ્માર્ટ એપ્લીકેશન્સમા સેન્ટર નેટવર્ક સ્પેશ્યાલીસ્ટના તૌરસી પોતે રહ્યા. પોતાનુ કોમર્સ બેકગ્રાઉન્ડ યહાં એહને કામ લાગુ. ઘની સેહલાઇસી અબ્બાસભાઇ પ્રીસેલ્સ કવોટેશન તૈયાર કરતા અને ટેન્ડરની બોલીના કામોમા મશ્ગૂલ રહ્યા.

          એક શેહરૂલ્લાહિલ મુઅઝઝમમા ઇફતારના બાદ અબ્બાસભાઇ એહના દોસ્ત અમીનજી આઝાદ સાથે ખુશ ગુફતગુમા હતા. વાત વાતમા એક નેક ખયાલ બેવેને એમ આયોકે કઇભી અપ્નો પોતાનો બિઝનેસ હોય અને યે વાસ્તે શુરૂઆત કરવી હોય તો બેવે મિલીને તલાશમા લાગી જઇએ !

          અમીનજી ગ્રાફીક ડીઝાઇનીંગમા માહિર હતા અને માર્કેટીંગ ફિલ્ડમા એહનુ કામકાજ હતુ. યે દિનોમા એક કલાયન્ટસી એહની મુલાકાત થઇ. જેને ઇન્ટીરીયર ડીઝાઇનીંગ પ્રોજેક્ટમા ડીઝાઇનના કામની ઝરૂરત હતી. બેવે દોસ્તોયે આ મૌકેઅને ગનીમત લેવાનુ સોંચી લીધુ કેમકે અમીનજી ગ્રાફીક ડીઝાઇનીંગ ખુબીસી કરી સકતા હતા.

          પેહલા કસ્ટમરયે દોસ્તોને 200 કુવૈતી દિનાર (650 ડોલર) નો ફાયદો કરાવી દીધો. મગર બીજાજ કામમા બેવેને 7000 કુવૈતી દિનાર (2300 ડોલર) નુ નુકસાન થઇ ગયુ.

          આ તો ઘનો તકલીફવાલો તજુર્બો થયો. મગર સબક આમોઝભી હતો. બેવેયે હિમ્મતસી કહાં ગલતી થઇ છે અને એહમાસી કેમ પાર પાડી સકાઇ યે વાત પર લાગી ગયા.

          હવે વેપારની આ ચાલ-ઢાલ અને ચેલેન્જીસના મુકાબલા વાસ્તે બેવે પેહલા એક કંપ્નીના બંધનમા આયા. જેના સબબ તેઓને ઓપરેટ કરવા માટે ઓફીસીયલ એક ફ્રેમવર્ક મિલી ગયુ. જેનાસી કસ્ટમર ઇન્વોઇસ સબમીટ કરવુ, પેમેન્ટ કલેકટ કરવુ વગેરે આસાન થઇ ગયુ.

          બીજુ, તેઓયે 2 પાર્ટટાઇમ ડીઝાઇનરને હાયર કીધા. જેઓ ખુશીસી કામ કરવાને તૈયાર હતા.

          તીજુ, તેઓયે ઝિયાદાતર ઇન્ટીરીયર વર્ક વાસ્તે સબકોન્ટ્રાક્ટર્સસી કામ લેતા ગયા. અબ્બાસ આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર પાર્ટ, નેટવર્કીંગ અને લેબલીંગનુ કામ દેખતા રહ્યા.

          તીજા કોન્ટ્રાક્ટમા તેઓની મેહનત રંગ લાવી. કોશિશો કામિયાબ થઇ. પોતાનુ નુકસાન થયુ હતુ તે ભી ભરપાઇ કરી લીધુ અને એહના બાદ તો પાછુ વલીને જોવાનુ જ ન હતુ ! !

          બેવેની જોડી એક મેકની પુરક સાબિત થઇ. અમીનજી અને અબ્બાસ. એક સેલ્સ લાવે છે તો બીજા પાર લગાવે. 2008મા અમીનજીયે ફુલટાઇમ બિઝનેસમા ઝંપલાયુ. હવે કલાકોના કલાકો બસ કામજ કરવાનુ હતુ અને કામના કલાકોની કોઇ લિમિટ ન હતી. તેઓને દિનના કોઇભી વકતમા કસ્ટમરના કોલને એટેન્ડ કરવાનુ રહ્યુ અને હવે ટાઇમ આવી ગયો. તેઓયે સ્ટાફ રાખી લીધો અને સેલેરીઝ આપતા થઇ ગયા.

         

નસીબની બલંદી હતી કે અબ્બાસ એહની હાલીયા કંપ્નીમા તરક્કી પર હતા. ટેન્ડરીંગ અને મોહટા મોહટા આઇ.ટી. કરારો એહની જોલીમા આવી રહ્યા હતા. જે કંપ્નીમા પોતે કામ કરતા હતા યે કંપ્નીના મેનેજમેન્ટ અને ફાઇનાન્સમા હાલાત પૈદા થયા. 2009-10નુ સાલ હતુ.  અબ્બાસને તૌફીક થઇ અને પોતે 2010ના વચમાજ એનવોઇ ગ્રુપ ઓફ કંપ્નીઝના આઇ.ટી. ડીપાર્ટમેન્ટ તરફ વલી ગયા.

          જાન્યુઆરી 2011મા અબ્બાસભાઇયે હિમ્મતસી ભરપૂર કદમ ઉઠાવીને એહના કુવૈતી પાર્ટનર અને ઇન્વેસ્ટર એન્વોઇ ગ્રુપ ઓફ કંપ્નીઝના માલિક સાથે કરારનામુ કીધુ અને એન્વોઇ ઇન્ટીરીયર્સ શુરૂ કીધુ અને પોતાના હાલીયા સેટઅપ્ને નવા ડીવીઝનમા મર્જ કીધુ.

          આ દરમિયાન એક હજી સ્ટાર્ટઆપ્ને પોતે લઇ ઉઠે છે. ગ્લોબલ ટેકનોલોજીસ જે કુવૈતમા ટેલીકોમ ઓપરેટર્સને ખિદમત આપે છે. આ મિસલ 5 વરસ થાવા પર બેવે દોસ્તો કંપ્નીને વિસ્તારવા ચાહે છે. ઇન્ટીરીયર બિઝનેસની પેહલી બ્રાંચ ઓફિસ પોતાનામા કાઇમ થઇ અને ગ્લોબલ ટેકનોલોજીઝ કતાર, દુબઇ અને ઓમાનમા પગપેસારો કરી રહી છે.

          અબ્બાસભાઇ કહે છે કે હમેશા અલગ સોંચો એમ નહીંકે આગેસે ચલી આતી હૈ. હમને ભી એમજ કરવુ જોઇએ અને દિલો-દિમાગમા એક વાત બરાબર ઉતારી લો કે પાયાની ઝરૂરીયાત કંપલીટ છે ?! પાયાની ઝરૂરીયાતમાસી ખાસ એજ્યુકેશન છે. કમસી કમ ગ્રેજયુએશનતો કરવુ જ જોઇએ. તાકે મુસ્તકબિલ શાનદાર હોય અને કામિયાબી કદમ ચૂમે.

0Shares
About YBJ Team 26 Articles
The Editorial Team at YourBizzJourney.com - The Business Transition and Transformation Publication

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*